મેં મારી માતાને પડોશીઓ પાસેથી મીઠું માંગતા સાંભળ્યા, જો કે આ...
Ummah Post
18 November, 2024

મેં મારી માતાને પડોશીઓ પાસેથી મીઠું માંગતા સાંભળ્યા, જો કે આપણા ઘરમાં પહેલેથી જ મીઠું હાજર હતું. મેં તેમને પૂછ્યું કે તેઓ મીઠું કેમ માંગી રહ્યા છે?

તેમણે જવાબ આપ્યો:

"કારણ કે આપણા પડોશીઓ આર્થિક રીતે બહુ મજબૂત નથી અને અવારનવાર આપણી પાસે કંઈક ને કંઈક માંગતા રહે છે. હું સમય-સમય પર તેમની પાસેથી કોઈ નાની અને મામૂલી વસ્તુ માંગી લઉં છું જેથી તેમને એવું લાગે કે આપણને પણ તેમની જરૂર છે. આનાથી તેમને વધુ શાંતિ મળશે અને તેઓ કોઈ પણ જાતના સંકોચ વગર પોતાની જરૂરિયાતની વસ્તુઓ આપણી પાસે માંગી શકશે."

માનવીય ગૌરવ (ઇન્સાનિયત) નો આદર ચોક્કસપણે સૌથી ઉચ્ચ લાગણીઓમાંથી એક છે.

આ જ પાઠ મેં મારા માતા-પિતા પાસેથી શીખ્યો છે. ચાલો આપણે પણ હમદર્દ, નમ્ર અને મદદગાર બાળકોનો ઉછેર કરીએ અને આ ઉચ્ચ મૂલ્યોની કદર કરીએ!

Share this article
...અને મલક-ઉલ-મૌત આવી પહોંચ્યો!!
લેખો

...અને મલક-ઉલ-મૌત આવી પહોંચ્યો!!

એક યુવાન છોકરી એક સુપરમાર્કેટમાં પોતાના શરીરનું પ્રદર્શન કરતી વખતે ઉત્તેજક અંદાજમાં જઈ રહી હતી. તેના અંદાજમાં એવું પ્રદર્શન અને અહંકાર હતો જાણે દુનિયા તેના કારણે જ પેદા કરવામાં આવી હોય. ત્યાંથી એક નેક અને સાલેહ (સદાચારી) યુવાન પસાર થઈ રહ્યો હતો, તેણે સહાનુભૂતિપૂર્વક કહ્યું: "મારી બહેન! તારી આ રીત...