રસ્તા પર જો કાંકરા હોય તો માણસ તેને નજરઅંદાજ કરીને અથવા સારા...
Ummah Post
24 November, 2024

રસ્તા પર જો કાંકરા હોય તો માણસ તેને નજરઅંદાજ કરીને અથવા સારા પગરખાં (બૂટ) પહેરીને સરળતાથી ચાલી શકે છે. આ કાંકરાઓથી આપણને થોડા સમય માટે તકલીફ થઈ શકે છે, પરંતુ આપણી સફર ચાલુ રહે છે અને આપણે આપણી મંઝિલ સુધી પહોંચી શકીએ છીએ. જો આપણે રસ્તાની મુશ્કેલીઓ અને અવરોધોને બુદ્ધિ અને દ્રઢતાથી પાર કરીએ, તો તે આપણને રોકી શકતા નથી.

પરંતુ વિચારો કે જો આપણા પોતાના બૂટમાં એક નાનકડો કાંકરો આવી જાય તો શું થશે? હવે સારામાં સારો રસ્તો પણ આપણા માટે મુશ્કેલ બની જાય છે. ચાલવું દેખીતી રીતે સરળ દેખાય છે, પરંતુ દરેક કદમ એક તકલીફનું કારણ બને છે. જાણે કે આ નાનકડો કાંકરો આપણી દરેક કોશિશને બરબાદ કરી દે છે અને આપણને રોકાવા માટે મજબૂર કરી દે છે.

તેવી જ રીતે, જિંદગીમાં અવારનવાર આપણે બહારની સમસ્યાઓને ખૂબ જ સરળતાથી હલ કરી લઈએ છીએ, પરંતુ જ્યારે દિલ અને દિમાગમાં નબળાઈઓ અને શંકાઓ બેસી જાય, તો તે આપણા માટે મોટો અવરોધ બની જાય છે. આ આંતરિક નબળાઈઓ, ભલે તે ડર હોય, નિરાશા હોય અથવા આત્મવિશ્વાસનો અભાવ હોય, આપણને આગળ વધતા રોકે છે.

તેથી, અસલી સફળતા એ છે કે આપણે આપણી અંદરના કાંકરાઓને ઓળખીએ અને તેને દૂર કરવાની કોશિશ કરીએ. જ્યારે અંદરથી મજબૂત હોઈશું, તો બહારના કાંકરા અને અવરોધો આપણને ક્યારેય પાછળ ધકેલી શકશે નહીં. જિંદગીનો સાચો સંઘર્ષ એ જ છે કે આપણે આપણી આંતરિક નબળાઈઓ પર કાબૂ મેળવીને આપણી મંઝિલ તરફ કદમ વધારીએ.

Share this article
ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ
લેખો

ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ

ઇમામ ઝૈનુલ આબિદીન (રહમતુલ્લાહી અલયહિ) ને અલ્લાહ તઆલાએ ખૂબ જ સુંદર શરીર આપ્યું હતું. જ્યારે તેમનું અવસાન (વફાત) થયું અને ગસ્સાલ (મૃતદેહને નવડાવનાર) તેમને નવડાવવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે તેમના ખભા પર એક કાળો ડાઘ છે. તેને સમજ ન પડી કે આ કાળો ડાઘ કેમ છે? પરિવારજનોને (અહલે ખાનાને) પૂછવામાં આવ્યું તો...