https://islamictube.in/new_site/public/images/news_images/7572_2026-11-02_islamictube.jpg

પંજાબમાં AAPને 2 દિવસમાં ત્રીજો આંચકો: સનૌર-સમાના બાદ અમૃતસર નોર્થના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપનું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી અટકળો

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. 31 ઓક્ટોબરે AAP એ 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે બાદ બે દિવસમાં ત્રણ ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.

કુંવર વિજય પ્રતાપે શા માટે છોડી પાર્ટી?

તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકરને મોકલ્યું છે અને X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ પણ લખી છે.

તેઓ લાંબા સમયથી પાર્ટી હાઇકમાન્ડની કામગીરી અને નીતિઓની ટીકા કરી રહ્યા હતા.

જૂન 2025માં પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાજકીય વર્તુળોમાં તેઓ ભાજપમાં જોડાય અને 2027ની ચૂંટણીમાં AAP સામે મેદાને ઉતરે તેવી પ્રબળ અટકળો ચાલી રહી છે.

આ પહેલા સમાના અને સનૌરના ધારાસભ્યોએ આપ્યું હતું રાજીનામું

વીતેલા દિવસે પટિયાલા જિલ્લાના બે ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ બંને નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. બંનેના રાજીનામા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ચેતન સિંહ જોડામાજરા (સમાના): AAP સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટીએ સમાનામાં તેમની જગ્યાએ પૂર્વ અકાલી નેતા સુરજિત સિંહ રખડાને હલકા ઈનચાર્જ બનાવી દીધા હતા, જેથી તેઓ હાઈકમાન્ડથી નારાજ હતા.

હરમીત સિંહ પઠાણમાજરા (સનૌર): તેઓ પણ હાઈકમાન્ડની કાર્યપ્રણાલીથી અસંતોષ્ટ હતા. તેમની સામે દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, જે બાદ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા અને પરત ફરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. તેમણે આ કેસમાં રાજકીય બદલો અને ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધ: અન્ય પાર્ટીમાં જોડાવાની વાતો હાલ માત્ર અટકળો છે, રાજીનામું આપનારા નેતાઓએ હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ કરી નથી.