૫૦ રૂપિયાની નોટ – માનવતા અને સહાનુભૂતિનો એક સુંદર પાઠ
messages.islamic_article

૫૦ રૂપિયાની નોટ – માનવતા અને સહાનુભૂતિનો એક સુંદર પાઠ

admin
16 Oct, 2024

એક વીજળીના થાંભલા પર એક કાગળ ચોંટાડેલો જોઈને હું નજીક ગયો અને તેના પર લખેલું લખાણ વાંચવા લાગ્યો.

લખ્યું હતું.........!

"કૃપા કરીને જરૂર વાંચો.

આ રસ્તા પર ગઈકાલે મારી ૫૦ રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, મને સરખી રીતે દેખાતું નથી. જેને પણ મળે, કૃપા કરીને પહોંચાડી દેજો, આપની મોટી મહેરબાની થશે................ !!!"

સરનામું (એડ્રેસ):- ۔۔۔۔******۔۔۔۔*****۔۔۔

આ વાંચ્યા પછી મને ખૂબ આશ્ચર્ય થયું કે પચાસની નોટ કોઈના માટે આટલી મહત્વની હોઈ શકે છે, તેથી તે સરનામે જવાનો ઈરાદો કર્યો અને તે શેરીમાં તે મકાનના દરવાજે અવાજ દીધો.

એક વૃદ્ધ મહિલા (ઝઈફા) લાકડીના ટેકે બહાર આવ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે માજી એકલા રહે છે અને તેમને ઓછું દેખાય છે.

મેં કહ્યું, "માજી! તમારી પચાસની નોટ મને મળી છે..........!

તે આપવા આવ્યો છું."

આ સાંભળીને વૃદ્ધ માજી રડવા લાગ્યા!

"દીકરા......... !

અત્યાર સુધીમાં લગભગ ૫૦ લોકો મને પચાસની નોટ આપી ગયા છે!

હું અભણ છું, સરખી રીતે દેખાતું પણ નથી, ખબર નહીં કોણ મારી આ હાલત જોઈને મારી મદદ કરવા માટે લખીને ચાલ્યું ગયું.......!!" !

ખૂબ આગ્રહ (ઇસરાર) કરવા પર માજીએ પૈસા તો રાખી લીધા પણ એક વિનંતી કરી કે, "દીકરા! તે મેં નથી લખ્યું, કોઈકે મારી મદદ કરવા ખાતર લખી દીધું છે. જતાં-જતાં તેને ફાડીને ફેંકી દેજે દીકરા!!"

મેં હા કહીને વાત ટાળી તો દીધી;;;

પરંતુ મારા અંતરાત્માએ (ઝમીરે) મને વિચારવા પર મજબૂર કરી દીધો કે તે બધા જ લોકો પાસે માજીએ તે કાગળ ફાડી નાખવા માટે કહ્યું હશે, પણ કોઈએ તેને ન ફાડ્યો.

જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા, આ માત્ર બે જ જાણે છે:

એક "અલ્લાહ તઆલા"

બીજો આપણો "અંતરાત્મા" (ઝમીર).

મારું દિલ તે વ્યક્તિ વિશે વિચારવા મજબૂર થઈ ગયું કે તે વ્યક્તિ કેટલો નિખાલસ (મુખ્લિસ) હશે જેણે માજીની મદદ કરવાનો આ રસ્તો શોધી કાઢ્યો! જરૂરિયાતમંદોની મદદ કરવાના ઘણા રસ્તાઓ છે, મેં તે વ્યક્તિને દિલથી દુઆઓ આપી. કોઈની મદદ કરવાના કેટલા બધા રસ્તા છે, બસ મદદ કરવાની દાનત (નીયત) હોવી જોઈએ, રસ્તો અને માર્ગદર્શન (રહનુમાઈ) અલ્લાહ સુબ્હાનહૂ તરફથી મળી જ જાય છે!!!

જાગૃતિ (શઊર) અને સંવેદના જગાડવા માટે,,,

આભાર.

ટ્રેન્ડિંગ ન્યૂઝ