શાયરે મશરિક (પૂર્વના કવિ) અલ્લામા મુહમ્મદ ઇકબાલે સુન્નતે રસૂલ (પયગંબર સાહેબની પરંપરા) ના પાલનને પોતાની જીવનશૈલી બનાવી લીધી હતી. "જૌહરે ઇકબાલ" માં એક અદભુત અને જ્ઞાનવર્ધક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી અલ્લામા ઇકબાલના ઇશ્ક અને અતાઅતે રસૂલ (પયગંબર પ્રત્યેના પ્રેમ અને આજ્ઞાપાલન) ની ભાવનાનો અંદ...